સંદર્ભિત એપ યુઝર માટે તેની યુઝર-ફ્રેડલી ડિઝાઇન અને કન્ટેટ સ્ટ્રીમ સાથે, ઈન્ડસ એપસ્ટોર એક સ્વદેશી એપ સ્ટોર છે જે ભારતીય ગ્રાહકો માટે બનાવવામાં આવ્યું છે જે એપ શોધ અને ક્રિયાપ્રતિક્રિયાને સરળ બનાવે છે. ઈન્ડસ એપસ્ટોર એક સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત સ્ટોર છે કારણ કે દરેક એપ યુઝરને ઉપલબ્ધ કરાવતા પહેલા એપ સ્કેન અને સમીક્ષા પ્રક્રિયાઓની શ્રેણીમાંથી પસાર થાય છે.

હાલમાં ઈન્ડસ એપસ્ટોર મર્યાદિત ડિવાઈસ પર ઉપલબ્ધ છે. જો કે, અમે દરરોજ તેના વિસ્તરણ પર કામ કરી રહ્યા છીએ. જો તમે ઈન્ડસ એપસ્ટોરને સપોર્ટ કરતા ડિવાઇસ વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને [email protected] પર અમને ઇમેઇલ કરો, અને અમે તમને માહિતી માટે સહાય કરીશું.

ના, ઈન્ડસ એપસ્ટોરનો ઉપયોગ કરવા માટે ફોનપે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી નથી. તમે ફક્ત લૉગ ઈન પેજ પર કોઈપણ નંબર દાખલ કરી શકો છો અને OTP સાથે ચકાસી શકો છો. નોંધ: કોઈ પણ કેશબેક/રિવોર્ડનો લાભ ઉઠાવવા માટે, કેશબેક/રિવોર્ડ મેળવવા માટે તમારે ફોનપે એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.

હા, તે સંપૂર્ણપણે સલામત છે. ઈન્ડસ એપસ્ટોર પરની દરેક એપને ડાઉનલોડ કરવા માટે એક્સેસ કરતા પહેલા કોઈપણ હાનિકારક કન્ટેન્ટ અથવા માહિતી માટે કાળજીપૂર્વક હેન્ડલ કરવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે.

કૃપા કરીને ખાતરી કરો કે તમે એપનું નામ યોગ્ય રીતે ટાઇપ કર્યું છે અથવા તમારા સર્ચ કીવર્ડ્સને યોગ્ય રીતે ગોઠવ્યા છે. વધુમાં, શક્ય છે કે ડેવલપરે હજુ સુધી અમારા સ્ટોર પર એપ અપલોડ કરી નથી. જો હા, તો અમે તેમને જલ્દી અમારા સ્ટોર પર લાવવા માટે કામ કરી રહ્યા છીએ. આવા કેસમાં, તમે અમને એપ વિશે જાણ કરવા [email protected] પર પણ સંપર્ક કરી શકો છો જેથી અમે ઑનબોર્ડિંગ પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ. એપ ઉપલબ્ધ થાય અને ઇન્સ્ટોલેશન માટે તૈયાર થાય કે તરત જ અમે તમને સૂચિત કરીશું.

તમારી એપને પબ્લિશ કરવા માટે, તમારે ઈન્ડસ એપ્સસ્ટોર ડેવલપર પ્લેટફોર્મ પર રજીસ્ટર કરવાનું રહેશે. "લિસ્ટ માય એપ" પર ક્લિક કરો, નીચે જણાવેલી વિગતો ભરો અને એપ રીવ્યુ માટે સબમિટ કરો: • એપ વિગતો. • એપ મેટાડેટા. • ભારતીય ભાષાની સૂચિ. • ડેવલોપરની માહિતી અને માહિતીનું સંરક્ષણ. • એપ અપલોડ કરો. તમારી એપની યાદી બનાવવાનાં પગલાં જાણવા માટે "અહીં" પર ક્લિક કરો.

આ નીચે જણાવેલ કારણોમાંથી કોઈ એક કારણે હોઈ શકે છે, • નબળું ઇન્ટરનેટ કનેક્શન • ઓછી ડિવાઇસ સ્ટોરેજ • તમારા ડિવાઇસનું OS વર્ઝન એપને સપોર્ટ નહીં કરે તેવું બની શકે છે. • એપ તમારા ડિવાઇસ માટે બંધબેસતી નથી. કૃપા કરીને ઉપરનું ચેક કરો અને ફરીથી એપ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરો. જો તમને વધુ સહાયની જરૂર હોય, તો કૃપા કરીને [email protected] પર અમારો સંપર્ક કરો.

ફીડબેક અથવા રીવ્યુ આપવા માટે, તમે ઈન્ડસ એપસ્ટોર પર એપ રીવ્યુ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જો જરૂરી હોય, તો તમે રીવ્યુને અયોગ્ય તરીકે માર્ક પણ કરી શકો છો. એપસ્ટોર સંબંધિત સમસ્યાઓ માટે, કૃપા કરીને અમને [email protected] પર ફીડબેક સાથે ઇમેઇલ કરો.

હાલમાં એપસ્ટોર માત્ર અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો ભવિષ્યમાં વધુ ભાષાઓ ઉમેરવામાં આવશે, તો તે આ યાદીમાં દેખાશે. એપ સ્ટોર હાલમાં નીચેની ભાષાઓમાં ઉપલબ્ધ છે: - હિન્દી - મરાઠી - ગુજરાતી - તેલુગુ - તમિલ - પંજાબી - મલયાલમ - ઓડિયા - કન્નડ - બંગાળી - આસામી -ઉર્દુ

જ્યારે યુઝરને લાગે કે તેમની સમસ્યા L1 અને L2 સ્તરે ઉકેલાયેલી નથી અને તેમની સમસ્યાનું 10 દિવસ કે તેથી વધુ સમયથી નિરાકરણ આવ્યું નથી, ત્યારે તેઓ ફરિયાદ નોંધાવી શકે છે.

જો તમને કોઈ મદદની જરૂર હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો: [email protected]