નિયમો અને શરતો – યુઝર (ટ્યુશન ફી) Indus
આ દસ્તાવેજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (સમયસમય પર થયેલા સુધારા મુજબ), તે હેઠળના લાગુ પડતા નિયમો અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડને લગતા વિવિધ કાયદાઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 દ્વારા સુધારેલી જોગવાઇઓ અનુસાર એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે. આ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવે છે અને તેને કોઇ ભૌતિક કે ડિજિટલ હસ્તાક્ષરોની જરૂર નથી.
આ નિયમો અને શરતો તમારા અને Indus ઍપસ્ટોર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે નક્કી કરવામાં આવ્યા છે, જે કંપની એક્ટ, 2013 હેઠળ સ્થપાયેલી કંપની છે અને જેની રજિસ્ટર્ડ ઑફિસ 51/117, નેલ્સન ટાવર્સ, નેલ્સન માનિકમ રોડ, અમીનજીકરાઇ, ચેન્નાઇ, તમિલનાડુ, ભારત – 600029 ખાતે આવેલી છે (જેને હવે પછીથી “Indus”/ “અમે”/ “અમને”/ “અમારું” તરીકે ઓળખવામાં આવશે). આ નિયમો અને શરતો પ્લેટફોર્મ (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબના નિયમો) દ્વારા લાભાર્થી(ઓ)ને ટ્યુશન ફી(ઓ)નું પેમેન્ટ કરવાના સંદર્ભમાં, તમારા ઉપયોગ અને પ્લેટફોર્મના ઍક્સેસને સંચાલિત કરે છે.
જ્યારે પણ સંદર્ભમાં જરૂર જણાય ત્યારે, “ગ્રાહક”/ “યુઝર”/ “તમે”/ “તમારું”/ “તમારી જાતે” શબ્દો PhonePe પ્લેટફોર્મના રજિસ્ટર્ડ યુઝરનો સંદર્ભ આપશે, જે PhonePe પ્લેટફોર્મ દ્વારા PhonePe સેવાઓ મેળવવા માટે પાત્ર છે અને જે Indus દ્વારા નિયુક્ત/વપરાતા પેમેન્ટ ફેસિલિટેટર(ઓ) મારફતે લાભાર્થી(ઓ)ને ટ્યુશન ફી(ઓ) ચૂકવવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, તમે Indus સાથે કરાર કરી રહ્યા છો અને સમયસમય પર Indus દ્વારા જારી કરવામાં આવતા નિયમો અને શરતો, ગોપનીયતા નીતિ અને અન્ય તમામ લાગુ પડતા નિયમો અને નીતિઓ (જે તમામ સામૂહિક રીતે ‘નિયમો‘ તરીકે ઓળખાય છે) ઉપરાંત આ શરતોથી બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો. કૃપા કરીને નોંધશો કે અમે કોઇપણ સમયે નિયમોમાં સુધારો કરી શકીએ છીએ. અપડેટ / ફેરફારો માટે નિયમિતપણે આ નિયમોની સમીક્ષા કરવાની જવાબદારી તમારી રહેશે. તમારા દ્વારા પ્લેટફોર્મનો સતત ઍક્સેસ/ઉપયોગ સૂચવે છે કે તમે વધારાની શરતો, ફેરફારો વગેરે સહિતના સુધારા(ઓ)નો સ્વીકાર કરો છો અને તેની સાથે સંમત છો. જો તમે આ નિયમો સાથે સંમત ન હોવ, તો તમે પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવાનું પસંદ કરી શકો છો.
I. વ્યાખ્યાઓ:
- “પેમેન્ટ ફેસિલિટેટર(ઓ)” એટલે પ્લેટફોર્મ પર ઓનલાઇન / ડિજિટલ પેમેન્ટ(ઓ)ના ઓથોરાઇઝેશન અને સુવિધા માટે Indus દ્વારા ઉપયોગમાં લેવાતા એવા પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર(ઓ) (જેમાં બેંકો, ફેસિલિટી પ્રોવાઇડર(ઓ), પેમેન્ટ એગ્રીગેટર(ઓ)નો સમાવેશ થાય છે જેઓ અમારા અને અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલા/ભાગીદાર છે)
- “પ્લેટફોર્મ” એટલે PhonePe પ્લેટફોર્મ પરનું ઓનલાઇન પ્લેટફોર્મ/પેજ જેના દ્વારા Indus યુઝર(ઓ)ને તેની ટેકનોલોજી/પ્લેટફોર્મ સેવાઓ પૂરી પાડશે, જેથી ટ્યુશન ફી(ઓ) ચૂકવવાનું સક્ષમ બને અથવા Indus સાથે જોડાયેલું/તેના દ્વારા સંચાલિત અન્ય કોઇ પ્લેટફોર્મ.
- “PhonePe પ્લેટફોર્મ” એટલે PhonePe લિમિટેડ (જે અગાઉ “PhonePe પ્રાઇવેટ લિમિટેડ” તરીકે ઓળખાતી હતી)ની માલિકીનું પ્લેટફોર્મ, વેબસાઇટ, મોબાઇલ ઍપ, જે તેના યુઝરને તેની સેવાઓ પૂરી પાડે છે.
- “સેવાઓ”માં યુઝર અને લાભાર્થી વચ્ચે સંમત થયેલી શરતો મુજબ, લાભાર્થી દ્વારા યુઝરને પૂરી પાડવામાં આવતી શૈક્ષણિક, તાલીમ, ટ્યુટરિંગ, માર્ગદર્શન અને અન્ય કોઇપણ સંબંધિત સેવાઓનો સમાવેશ થશેy.
- “ટ્યુટર” અથવા “લાભાર્થી” એટલે એવી વ્યક્તિ(ઓ) કે જેમને આ શરતો અનુસાર Indus સાથે સફળ વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન પછી, યુઝર દ્વારા PhonePe પ્લેટફોર્મ મારફતે ટ્યુશન ફી ચૂકવવામાં આવી રહી છે.
- “ટ્યુશન ફી” એટલે ટ્યુટર દ્વારા યુઝરને આપવામાં આવતી સેવાઓ માટે, યુઝર દ્વારા ટ્યુટર/લાભાર્થીને ચૂકવવાપાત્ર રકમ.
II. પાત્રતા: તમે આ સાથે સંમત થાઓ છો કે:
- તમારી ઉંમર ઓછામાં ઓછી 18 (અઢાર) વર્ષ કે તેથી વધુ છેr;
- તમારી પાસે કરાર / કાયદેસર રીતે બંધનકર્તા સમજૂતી(ઓ) કરવાની કાનૂની ક્ષમતા છે;
- તમારી પાસે આ કરાર કરવા માટે અને આ શરતો અનુસાર લાભાર્થીને ટ્યુશન ફી સંબંધિત પેમેન્ટ કરવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટેનો અધિકાર, સત્તા અને ક્ષમતા છે;
- તમે લાભાર્થી પાસેથી સેવા(ઓ) મેળવવા અને પ્લેટફોર્મ દ્વારા ટ્યુટરને ટ્યુશન ફીનું પેમેન્ટ કરવા માટે તમારી અને લાભાર્થી વચ્ચે માન્ય કાનૂની સમજૂતી કરેલી છે;
- તમે આ શરતો અનુસાર પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના હેતુ માટે, Indusને સચોટ, સાચી અને સંપૂર્ણ માહિતી પ્રદાન કરી છે અને તે માહિતી Indus પાસે હંમેશા અપડેટેડ રહે તેની ખાતરી કરશો;
III. સામાન્ય શરતો:
તમે સંમત થાઓ છો અને પુષ્ટિ કરો છો કે:
- તમે લાભાર્થી સાથે સંમત થયેલી શરતો મુજબ તેમની પાસેથી સેવાઓ મેળવી લીધી છે/મેળવી રહ્યા છો.
- તમે આ શરતોને આધીન, લાભાર્થી(ઓ)ને બાકી રહેલ ટ્યુશન ફીનું પેમેન્ટ કરવા માટે અમારા ટેકનોલોજી ઇન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યા છો. PhonePe કોઇપણ ટ્યુશન / શૈક્ષણિક સેવાઓ પ્રદાન કરતું નથી અને તે કોઇપણ રીતે શિક્ષક, શૈક્ષણિક સંસ્થા, પ્રમાણિત કરતી સંસ્થા, એમ્પ્લોયમેન્ટ એજન્સી અથવા પ્લેસમેન્ટ સેવા પ્રદાતા તરીકે કાર્ય કરતું નથી.
- સેવાઓ સંપૂર્ણપણે તમારી અને લાભાર્થી વચ્ચે થયેલી સમજૂતી / શરતો મુજબ સંચાલિત થાય છે. સેવા, ટ્યુશન ફી અને/અથવા લાભાર્થીની વાસ્તવિકતા, સચોટતા વગેરે ઓળખવામાં કે તેની ચકાસણી કરવામાં Indusની કોઇ ભૂમિકા નથી અને આ બાબતમાં તેની કોઇ પણ પ્રકારની જવાબદારી કે ઉત્તરદાયિત્વ રહેશે નહીં.
- Indus (અને/અથવા પેમેન્ટ ફેસિલિટેટર) ન તો તમારા એજન્ટ છે કે ન તો લાભાર્થીના એજન્ટ.
- લાભાર્થીને ટ્યુશન ફીનું પેમેન્ટ કરવા માટે, તમારે કેટલીક વિગતો પ્રદાન કરવાની રહેશે, જેમ કે: (i) લાભાર્થીનું નામ; (ii) લાભાર્થીનું વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (UPI આઇડી/ VPA) અથવા બેંક એકાઉન્ટની વિગતો (બેંક એકાઉન્ટના IFSC કોડ સહિત), (iii) લાભાર્થીનો મોબાઇલ નંબર; (iv) લાભાર્થીને ચૂકવવાની ટ્યુશન ફીની રકમ; (iv) લાભાર્થીના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડની વિગતો; અને/અથવા (v) Indus દ્વારા માંગવામાં આવેલી અન્ય કોઇ વધારાની વિગતો કે દસ્તાવેજ(ઓ).
- તમે આથી સંમત થાઓ છો અને સમજો છો કે તમારી ટ્યુશન ફીનું પેમેન્ટ પૂર્ણ કરવા માટે, લાભાર્થીએ Indus સાથે વન-ટાઇમ રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું આવશ્યક છે (લાભાર્થીને લાગુ પડતી શરતો મુજબ). જો તમારા લાભાર્થી Indus સાથે પહેલેથી રજિસ્ટર્ડ ન હોય, તો તમે લાભાર્થીને તમારી ટ્યુશન ફીનું પેમેન્ટ પૂર્ણ કરી શકશો નહીં.
- Indus સાથે વન-ટાઇમ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, લાભાર્થી કોઇપણ યુઝર પાસેથી ટ્યુશન ફીનું પેમેન્ટ સ્વીકારી શકશે.
IV. પેમેન્ટ
- તમે આથી સમજો છો કે ટ્યુશન ફી સંબંધિત પેમેન્ટ તમારા દ્વારા આપવામાં આવેલી પેમેન્ટ સૂચના/વિગતોના આધારે પેમેન્ટ ફેસિલિટેટર દ્વારા પ્રોસેસ કરવામાં આવશે. જોકે, લાભાર્થીને સેટલમેન્ટ ફક્ત Indus સાથે લાભાર્થીના સફળ રજિસ્ટ્રેશન પછી જ થશે અને તે આ શરતોને આધીન રહેશે.
- Indus સાથે લાભાર્થીના સફળ રજિસ્ટ્રેશન બાદ, લાભાર્થી ટ્યુશન ફીનું પેમેન્ટ મેળવી શકશે. જો લાભાર્થી વન-ટાઇમ રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો ટ્યુશન ફીના પેમેન્ટ માટે તમારા દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે અને તમારા મૂળ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રિવર્સ કરવામાં આવશે.
- જો લાભાર્થી પહેલેથી જ Indus પર ઉમેરાયેલા હોય અને Indus સાથે રજિસ્ટર્ડ હોય, તો તે પ્લેટફોર્મ પર દેખાશે/દર્શાવવામાં આવશે અને તમે લાભાર્થીને તમારી ટ્યુશન ફીનું પેમેન્ટ કરી શકશો.
- તમે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પેજ અને/અથવા PhonePe પ્લેટફોર્મ પરની સૂચનાઓ પરથી તમારા પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ વેરિફાઇ કરી શકો છો.
- Indus તમને પ્રોસેસ થયેલ ટ્યુશન ફી સંબંધિત ટ્રાન્ઝેક્શનના યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ (UTR) નંબર / વિગતો પ્રદાન કરશે. ચાર્જબૅક સંબંધિત કોઇપણ સમસ્યા અથવા પ્રશ્નો માટે, કૃપા કરીને તમારી ઇશ્યુ કરનાર બેંકનો સંપર્ક કરો.
- તમે આથી સંમત થાઓ છો કે એકવાર અમે તમારી ટ્યુશન ફીનું પેમેન્ટ સફળતાપૂર્વક પ્રોસેસ કરી લઇએ પછી કોઇ રિફંડ અથવા કેન્સલેશન પ્રોસેસ કરવામાં આવશે નહીં અને તેથી કોઇ રિફંડ, કેન્સલેશન કે રિટર્ન પોલિસી લાગુ પડતી નથી.
- તમે આથી સમજો છો કે ટ્યુશન ફી માટેના તમામ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન તમારી સૂચનાઓ / તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પ્રોસેસ કરવામાં આવશે. Indus સેવા, લાભાર્થી અથવા ટ્યુશન ફી સંબંધિત કોઇ વિગતો નક્કી કરતું નથી. તે ફક્ત તમારી અને લાભાર્થી વચ્ચે નક્કી કરવામાં આવે છે. તમે આ શરતો અનુસાર તમારી ટ્યુશન ફી ચૂકવવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. આવા પેમેન્ટ લાગુ કાયદાઓનું પાલન કરીને અને અમારી આંતરિક નીતિઓ અનુસાર પેમેન્ટ ફેસિલિટેટર(ઓ) દ્વારા પ્રોસેસ કરવામાં આવશે.
- પેમેન્ટ ફેસિલિટેટર દ્વારા કોઇપણ ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા, અથવા અસ્વીકાર / કેન્સલેશન માટે Indus જવાબદાર રહેશે નહીં. તમે પ્લેટફોર્મ પર પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ જોઇ શકો છો.
- જો તમે ભૂલથી ખોટી વ્યક્તિને પેમેન્ટ મોકલો છો અથવા બે વાર પેમેન્ટ કરો છો અથવા ખોટી રકમ મોકલો છો (ઉદાહરણ તરીકે તમારા તરફથી ટાઇપ કરવામાં ભૂલ થઇ હોય), તો તમારો એકમાત્ર વિકલ્પ એ રહેશે કે તમે જે લાભાર્થીને પેમેન્ટ કર્યું છે તેમનો સંપર્ક કરો અને લાભાર્થી સાથે સીધું જ તેનું નિરાકરણ લાવો. તમારા દ્વારા ભૂલથી કરવામાં આવેલા પેમેન્ટને Indus રિઈમ્બર્સ/રિફંડ કરી શકશે નહીં અથવા રિવર્સ કરી શકશે નહીં.
- તમે આથી સંમત થાઓ છો કે અમે / અમારા પેમેન્ટ ફેસિલિટેટર, Indus અને/અથવા પેમેન્ટ ફેસિલિટેટર(ઓ)ના જોખમ મૂલ્યાંકન અને લાગુ કાયદા મુજબ ટ્રાન્ઝેક્શન(ઓ), રકમ, લાભાર્થીઓની સંખ્યા વગેરે સંબંધિત અમુક મર્યાદાઓ લાગુ કરી શકીએ છીએ. અમે સમયસમય પર આવી મર્યાદાઓમાં ફેરફાર/સુધારો કરી શકીએ છીએ અથવા અમને યોગ્ય લાગે તેવી કાર્યવાહી (સેવાઓ સ્થગિત કરવા, એકાઉન્ટ બ્લોક કરવા વગેરે સહિત) કરી શકીએ છીએ.
V. યુઝર દ્વારા રજૂઆતો:
યુઝર આથી નીચે મુજબની રજૂઆત કરે છે અને સંમત થાય છે:
- યુઝર લાભાર્થીની ઓળખથી વાકેફ છે અને લાભાર્થી પાસેથી સેવાઓ મેળવી છે/મેળવી રહ્યા છે અને પુષ્ટિ કરે છે કે લાભાર્થીએ સેવાઓ પૂરી પાડી છે અને તમે તમારી પરસ્પર સમજૂતી મુજબ અને તમારા અને લાભાર્થીના સંતોષ મુજબ સેવાઓ પ્રાપ્ત કરી છે; વધુમાં, તમે રજૂઆત કરો છો અને સંમત થાઓ છો કે લાભાર્થી સેવાઓ પ્રદાન કરવા માટે જરૂરી કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવે છે અને તમામ જરૂરી લાયસન્સ/મંજૂરીઓ વગેરે ધરાવવા સહિત લાગુ પડતા કાયદાઓના પાલન સાથે તે પ્રદાન કરી રહ્યા છે.
- યુઝર હંમેશા બધા લાગુ કાયદાઓનું પાલન કરશે;
- Phoneને આપવામાં આવેલી તમામ માહિતી સચોટ, સંપૂર્ણ અને ગેરમાર્ગે દોરનારી નથી અને કોઇપણ ફેરફારના કિસ્સામાં તમે તાત્કાલિક Indusને લેખિતમાં જાણ કરશો;
- યુઝર અથવા લાભાર્થી એવી કોઇ પણ પ્રવૃત્તિમાં જોડાશે નહીં જે Indusની પ્રતિષ્ઠાને કોઇપણ રીતે નુકસાન પહોંચાડી શ;
- યુઝર કોઇપણ સમયે મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી અથવા અન્ય કોઇપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં અથવા તેને પ્રોત્સાહન આપશે નહીં. વધુમાં, તમે સ્વીકારો છો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકાના આધારે અથવા અમને યોગ્ય લાગે તેવા અન્ય કોઇપણ કારણોસર Indus કોઇપણ સમયે તમારા સંબંધો સમાપ્ત કરી શકે;
- યુઝર પાસે લાભાર્થીની માહિતી (આ શરતોમાં જણાવ્યા મુજબ) અમારી સાથે શેર કરવાની/જાહેર કરવાની સત્તા અને લાભાર્થીની જરૂરી સંમતિ છે અને યુઝર અમને ગોપનીયતા નીતિ અનુસાર આવી માહિતીનો ઉપયોગ કરવા, ઍક્સેસ કરવા, મેળવવા, શેર કરવા, સ્ટોર કરવા અને તેને હેન્ડલ કરવાની પરવાનગી આપે છે.
- યુઝર ટ્યુશન ફીના પેમેન્ટ માટે તેમના દ્વારા કરવામાં આવેલ પેમેન્ટ વિનંતીની સચોટતા માટે સંપૂર્ણ જવાબદારી લેવા સંમત થાય છે, જેમાં યુઝર દ્વારા પ્રદાન કરવામાં આવેલી લાભાર્થીની વિગતોનો પણ સમાવેશ થાય છે. તમે સ્વીકારો છો કે Indus તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરશે અને યુઝરે PhonePe પ્લેટફોર્મ પર આપેલી માહિતી સાચી છે કે નહીં તેની તપાસ કરતું નથી. યુઝર રજૂઆત કરે છે અને સ્વીકારે છે કે લાભાર્થી સંબંધિત યુઝર દ્વારા આપવામાં આવેલા કોઇપણ દસ્તાવેજ અથવા અન્ય કોઇ માહિતીની અધિકૃતતા, સચોટતા અને માન્યતા માટે યુઝર પોતે જ જવાબદાર રહેશે. Indus આ સંબંધમાં કોઇ જવાબદારી લેશે નહીં.
- યુઝર આથી પુષ્ટિ કરે છે કે લાભાર્થી દ્વારા યુઝરને પૂરી પાડવામાં આવતી સેવાઓ (ચૂકવવાની ટ્યુશન ફીની રકમ સહિત), યુઝર અને લાભાર્થી વચ્ચે થયેલા માન્ય દસ્તાવેજ અથવા કરાર દ્વારા સંચાલિત અને નિર્દિષ્ટ છે. Indus તેના અસ્તિત્વ અથવા સચોટતાની તપાસ કરવા માટે બંધાયેલ નથી. ટ્યુશન ફી સંબંધિત રકમ દાખલ કરીને, તમે માત્ર Indus / તેના પેમેન્ટ ફેસિલિટેટરને તે ટ્યુશન ફીનું પેમેન્ટ પ્રોસેસ કરવામાં સહાય કરવાની સૂચના આપી રહ્યા છો.
- યુઝર વધુમાં ખાતરી કરશે કે:
1. લાભાર્થી લાગુ પડતી હદ સુધી ભારતના કાયદાઓનું પાલન કરીને અને આ શરતો અનુસાર કાર્ય કરે છે.
2. લાભાર્થી દ્વારા યુઝરને આપવામાં આવેલી કોઇપણ/બધી માહિતી અને/અથવા દસ્તાવેજો સાચા અને અધિકૃત છે.
3. લાભાર્થી તેના તમામ વ્યવહારો નૈતિક રીતે અને ઉચ્ચ વ્યાપારી ધોરણો સાથે કરશે. લાભાર્થી અને/અથવા યુઝર (સાઠગાંઠ કરીને અથવા વ્યક્તિગત રીતે) યુઝર(ઓ) અથવા કોઇપણ વ્યક્તિને છેતરવાના બદઇરાદાથી કાર્ય કરશે નહીં.
4. લાભાર્થી અને યુઝર, સેવાઓ, ટ્યુશન ફી, લાભાર્થીના સંબંધમાં કોઇપણ ગેરવર્તણૂક, છેતરપિંડી, સેવામાં ખામી વગેરેની શંકા/આરોપો સહિતની કોઇપણ તપાસ, કાર્યવાહી, પ્રશ્નો વગેરેની સુવિધા માટે Indus અને જરૂરિયાત મુજબ સંબંધિત સત્તાધિકારી/સંસ્થા સાથે સહકાર આપશે. યુઝરે લાભાર્થીના સંબંધમાં હોય તેવી વિગતો/માહિતી પણ Indus/પેમેન્ટ ફેસિલિટેટર, કોઇપણ સત્તાધિકારીઓ દ્વારા માંગવામાં આવે ત્યારે તાત્કાલિક શેર કરવાની રહેશે.
5. યુઝર અને/અથવા લાભાર્થી કોઇપણ ખોટા, અચોક્કસ, બદનક્ષીભર્યા, ગેરમાર્ગે દોરનારા, અપમાનજનક અથવા અયોગ્ય, ગેરકાનૂની અથવા અનધિકૃત હેતુઓ/પ્રવૃત્તિ માટે Indus પ્લેટફોર્મ પર કોઇ માહિતી સબમિટ કરશે નહીં, પ્રકાશિત કરશે નહીં અથવા તેનો ઉપયોગ કરશે નહીં.
6. યુઝર અને/અથવા લાભાર્થી સંમત થાય છે કે તેઓ આ શરતોના ઉલ્લંઘનમાં પ્લેટફોર્મનો દુરુપયોગ, ખોટો વિનિયોગ અથવા ગેરકાયદેસર ઉપયોગ કરશે નહીં, અથવા માત્ર ટ્યુશન ફીના પેમેન્ટ કરવા અને મેળવવા સિવાય અન્ય કોઇ હેતુ માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરશે નહીં.
VI. ચાર્જીસ
- તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે ટ્યુશન ફી માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવાના ખર્ચને પહોંચી વળવા માટે Indus સુવિધા ફી અથવા અન્ય કોઇ ચાર્જ વસૂલ કરી શકે છે. આવી ફી લાગુ પડતા વેરા સહિતની રહેશે અને ટ્યુશન ફીનું પેમેન્ટ કરતી વખતે તમને દર્શાવવામાં આવશે. તમે અમને ટ્યુશન ફીની સાથે Indusને ચૂકવવાપાત્ર આવી ફી પ્રોસેસ કરવા અને એકત્રિત કરવા માટે અધિકૃત કરો છો.
VII. યુઝરની જવાબદારીઓ:
તમે નીચેની બાબતો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો:
- દરેક પેમેન્ટ સૂચના/ટ્યુશન ફી અને દરેક લાભાર્થી માટે સચોટ માહિતી પ્રદાન કરવી. તમે સંમત થાઓ છો અને સમજો છો કે યુઝરની સૂચના મુજબ એકવાર પેમેન્ટ શરૂ થઇ જાય અને સફળતાપૂર્વક પ્રોસેસ થઇ જાય પછી પેમેન્ટ ફેસિલિટેટર તેને રિવર્સ કે રિફંડ કરી શકતા નથી. લાભાર્થીને આપવામાં આવેલી તમારી પેમેન્ટ સૂચનાઓ અનુસાર, પ્લેટફોર્મ દ્વારા પ્રોસેસ કરાયેલા પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના પરિણામે તમને થયેલા કોઇપણ નુકસાન માટે Indus અથવા પેમેન્ટ ફેસિલિટેટર ઉત્તરદાયી કે જવાબદાર રહેશે નહીં.
- લાભાર્થી અથવા સેવાઓ સંબંધિત કોઇપણ વિવાદો તમારી અને લાભાર્થી વચ્ચે તમારી પરસ્પર સંમતિવાળી શરતો મુજબ ઉકેલવામાં આવશે; Indus એક પ્લેટફોર્મ તરીકે આ માટે કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં. ટ્યુશન ફીના બદલામાં મળતી સેવાઓ અથવા લાભાર્થી સાથે સંકળાયેલા કોઇપણ જોખમ/વિવાદ/મુદ્દા માટે પણ Indus જવાબદાર રહેશે નહીં અને કોઇપણ સંજોગોમાં અમને આવા જોખમ/વિવાદ/મુદ્દામાં પક્ષકાર બનાવવામાં આવશે નહીં. આ સંબંધિત કોઇપણ સમસ્યાઓ/પ્રશ્નો માટે તમારે માત્ર લાભાર્થીનો જ સંપર્ક કરવાનો રહેશે.
- આ શરતો પ્રત્યે તમારી સ્વીકૃતિનો અર્થ એ છે કે, તમે Indus દ્વારા ટ્યુશન ફી(ઓ)ના પેમેન્ટની સુવિધા મેળવવાના હેતુથી, તમારી / લાભાર્થીની સંબંધિત માહિતી Indus, પેમેન્ટ ફેસિલિટેટર અને લાભાર્થી (જ્યાં લાગુ પડતું હોય ત્યાં) સાથે શેર કરવા માટે સંમતિ આપો છો. તમામ ડેટાને ગોપનીયતા નીતિ અને લાગુ પડતા કાયદાઓ અનુસાર પ્રોસેસ કરવામાં આવશે).
- તમે સ્વીકારો છો કે સેવાઓ પૂરી પાડવાના સંબંધમાં (જો લાગુ પડતું હોય તો) લાભાર્થી સ્વતંત્ર રીતે તમારા પર્સનલ ડેટા એકત્રિત અને પ્રોસેસ કરી શકે છે અને આવી પ્રોસેસિંગ માત્ર લાભાર્થીની શરતો દ્વારા સંચાલિત થશે. Indus લાભાર્થીની ડેટા પદ્ધતિઓથી વાકેફ નથી અથવા તે માટે જવાબદાર નથી.
- તમે સંમત થાઓ છો કે અમે તમારા દ્વારા આપવામાં આવેલા ડેટા/માહિતીની સમીક્ષા કરી શકીએ છીએ અને યોગ્ય તપાસ તથા દેખરેખ રાખી શકીએ છીએ અને અમારી આંતરિક નીતિઓ અને પ્રક્રિયાઓ/નિયંત્રણો મુજબ અમને યોગ્ય લાગે તેવી કોઇપણ કાર્યવાહી કરી શકીએ છીએ. તમે સમજો છો કે અમે તપાસ અને આંતરિક પ્રક્રિયાઓના ભાગ રૂપે તમારા, લાભાર્થી, સેવાઓ વગેરેને લગતા કોઇપણ જરૂરી ડેટા અન્ય ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી પણ મેળવી શકીએ છીએ, જેમાં અમારા બિઝનેસ પાર્ટનર અથવા સેવા પ્રદાતાઓનો સમાવેશ થઇ શકે છે. જોકે, આવા પગલાં કોઇપણ પ્રકારે Indus પર કોઇ જવાબદારી લાદશે નહીં. ખોટી અથવા અપૂરતી માહિતી સબમિટ કરવા સહિતની આવી કોઇપણ પ્રક્રિયાના પરિણામે તમને થયેલા કોઇપણ નુકસાન માટે અમે જવાબદાર હોઇશું નહીં.
- ટ્યુશન ફીના પેમેન્ટ માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરીને (પેમેન્ટ ફેસિલિટેટર(ઓ) દ્વારા સક્ષમ કરવામાં આવેલા પેમેન્ટ મોડનો ઉપયોગ કરીને), તમે આ શરતો, અમારી પ્રક્રિયાઓ અને કોઇપણ લાગુ પડતા કાયદાઓ અનુસાર પેમેન્ટ પ્રોસેસ કરવા માટે Indus/પેમેન્ટ ફેસિલિટેટરને અધિકૃત કર્યા છે. અમે/અમારા પેમેન્ટ ફેસિલિટેટર તમને અગાઉથી જાણ કર્યા વિના, અમને યોગ્ય લાગે તેવી કાર્યવાહી કરવાનો (જોખમના પરિમાણોને આધારે ટ્રાન્ઝેક્શન નકારવા અથવા રદ કરવા સહિત) અધિકાર અનામત રાખીએ છીએ.
- Indus, તેના સંપૂર્ણ વિવેકાધિકાર હેઠળ, કોઇપણ શંકાસ્પદ અથવા વાસ્તવિક છેતરપિંડી, દુરુપયોગ, ખોટો ઉપયોગ, શરતો/લાગુ કાયદાના ઉલ્લંઘન, વિવાદિત ટ્રાન્ઝેક્શનની વધુ સંખ્યા, નકારાત્મક મીડિયા કન્ટેન્ટ, અથવા કોઇપણ સત્તાધિકારી કે સરકારના નિર્દેશ કે આદેશનું પાલન કરવા અથવા કોઇપણ અનુપાલન જરૂરિયાતના કિસ્સામાં, કોઇપણ યુઝર અથવા લાભાર્થી સામે સેવા આપવાનો ઇનકાર કરવાનો, સેવા બંધ કરવાનો, સ્થગિત કરવાનો અથવા કોઇપણ પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.
VIII. ગ્રાહક ફરિયાદ નીતિ
- ટ્યુશન ફી માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સંબંધિત કોઇપણ ફરિયાદ નોંધાવવા અથવા કોઇ સમસ્યા રજૂ કરવા માટે, તમે અમારી કસ્ટમર સપોર્ટ અને ફરિયાદ નિવારણ નીતિ (અહીં લિંક કરેલ) જોઇ શકો છો.
- લાભાર્થી, સેવાઓ અને ટ્યુશન ફી સંબંધિત તમામ ફરિયાદો/પ્રશ્નો માટે, કૃપા કરીને સીધો લાભાર્થીનો સંપર્ક કરો.
IX. ડિસ્ક્લેમર:
- તમે સંમત થાઓ છો કે તમે લાભાર્થીને જે પેમેન્ટ કરો છો અથવા કરવાનો પ્રયાસ કરો છો, તેમાંથી ઉદભવતા તમામ જોખમો ફક્ત તમારા દ્વારા જ ભોગવવામાં આવશે.
- અમારું પ્લેટફોર્મ એ આ શરતો મુજબ ટ્યુશન ફી(ઓ)ના પેમેન્ટની સુવિધા આપવાના હેતુસર અન્ય બાબતોની સાથે એક ટેક્નોલોજી-આધારિત પ્લેટફોર્મ છે. Indus કોઇ પણ ટ્યુશન/શૈક્ષણિક સેવા(ઓ), કોઇ પણ લાભાર્થી, સેવાઓ અને/અથવા શૈક્ષણિક સામગ્રીની માલિકી ધરાવતું નથી, તેને સંચાલિત, નિયંત્રિત કે વિતરિત કરતું નથી, તેમજ કોઇ પણ પ્રકારે તેને સમર્થન આપતું નથી કે તેની પુષ્ટિ કે ખાતરી આપતું નથી. લાભાર્થી દ્વારા યુઝરને પૂરી પાડવામાં આવતી સેવા, લાભાર્થી અને યુઝર વચ્ચે સંમત થયેલા કરારની શરતો દ્વારા સંચાલિત થશે.
- Indus નીચેની બાબતો માટે કોઇપણ પ્રકારે નિયંત્રણ, સમર્થન, ગેરંટી કે જવાબદારી સ્વીકારતું નથી: (i) કોઇપણ સેવાની ગુણવત્તા, સચોટતા, પૂર્ણતા, કાયદેસરતા, યોગ્યતા, વિશ્વસનીયતા અથવા હેતુ માટેની યોગ્યતા; (ii) લાયકાત, કેમ્પસ, પ્રમાણપત્રો, આઉટકમ, પ્લેસમેન્ટ અથવા પરિણામો અંગે લાભાર્થી(ઓ) દ્વારા કરવામાં આવેલી કોઇપણ રજૂઆતો; (iii) લાભાર્થી(ઓ)નું વર્તન, પ્રદર્શન, કાર્યો અથવા ભૂલો, પછી તે ઓનલાઇન હોય કે ઓફલાઇન, ગમે તે પ્રકારે હોય; અથવા (iv) લાભાર્થી(ઓ) દ્વારા લાગુ કાયદાઓ, નિયમો અથવા ઉદ્યોગના ધોરણોનું કોઇપણ પાલન.
- Indus નીચેની બાબતો માટે જવાબદાર રહેશે નહીં: (i) લાભાર્થી દ્વારા કોઇપણ સેવામાં (અથવા તેના ભાગમાં) વિલંબ, રદ કરવા, સમયમાં ફેરફાર કરવા, ફેરફાર કરવા અથવા તે બંધ કરવા બાબતે, અથવા (ii) લાભાર્થી દ્વારા તેમના વર્ણન, રજૂઆતો અથવા વચનો અનુસાર સેવાઓ પૂરી પાડવામાં કોઇપણ રીતે નિષ્ફળતા મળે, તેમજ સેવાઓ સમાપ્ત કરવા કે બંધ કરવા બદલ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં.
- અહીં સ્પષ્ટપણે જણાવ્યા સિવાય અને કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી સંપૂર્ણ હદ સુધી, આ શરતો હેઠળ Indus/પેમેન્ટ ફેસિલિટેટર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ (પેમેન્ટ સુવિધા સેવાઓ સહિત) “જેમ છે તેમ”, “જે ઉપલબ્ધ છે તેમ” અને “તમામ ખામીઓ સાથે” પૂરી પાડવામાં આવે છે. તમામ વોરંટી, રજૂઆતો, શરતો, બાંયધરી અને નિયમો, પછી ભલે તે સ્પષ્ટ હોય કે ગર્ભિત, આથી બાકાત રાખવામાં આવે છે. Indus દ્વારા પૂરી પાડવામાં આવેલી અથવા સામાન્ય રીતે ઉપલબ્ધ સેવાની અને અન્ય માહિતીની સચોટતા, પૂર્ણતા અને ઉપયોગીતાનું મૂલ્યાંકન કરવાની જવાબદારી તમારી છે. અમે અમારી વતી કોઇ વોરંટી આપવા માટે કોઇને પણ અધિકૃત કરતા નથી, અને તમારે આવા કોઇ પણ નિવેદન પર આધાર રાખવો જોઇએ નહીં.
X. અન્ય શરતો:
- જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમે આથી Indus કન્ઝ્યુમર નિયમો અને શરતોનો સ્વીકાર કરો છો અને તેની સાથે સંમત થાઓ છો.
- જો કોઇ વિગતો અથવા ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ અથવા છેતરપિંડીયુક્ત જણાશે, તો પ્રાસંગિક નીતિઓ, નિયામક અને વૈધાનિક દિશાનિર્દેશો અનુસાર, અમે તમારી, તમારા લાભાર્થીની અને અન્ય કોઇપણ વિગતો/ટ્રાન્ઝેક્શનની જાણ સંબંધિત સત્તાધિકારીઓ/પેમેન્ટ ફેસિલિટેટરને કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ. અમારા દ્વારા કરવામાં આવેલા આવા રિપોર્ટિંગને કારણે તમને અથવા તમારા લાભાર્થીને થયેલા કોઇપણ નુકસાન માટે અમે જવાબદાર ગણાઇશું નહીં.
- તમે સંમત થાઓ છો કે Indus અને અમારા પેમેન્ટ ફેસિલિટેટર/કાર્ડ નેટવર્ક(ઓ)/નાણાકીય સંસ્થાઓ કે જે ટ્યુશન ફી(ઓ) માટે પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે, તેઓ સમયાંતરે (i) તમારી પાસેથી વધારાની માહિતી માંગી શકે છે, (ii) આવી માહિતીની ચકાસણી કરવા માટે વિવિધ વેરિફિકેશન કરી શકે છે અને/અથવા (iii) જો અમને/તેઓને એવું લાગે કે તમે કોઇ અસત્ય અને/અથવા ખોટી વિગતો સબમિટ કરી છે અથવા અહીં આપેલી કોઇપણ શરતોનું ઉલ્લંઘન કર્યું છે અથવા અમને/તેઓને યોગ્ય લાગે તેવા કોઇપણ કારણોસર, તમારી/લાભાર્થી વિરુદ્ધ કાયદેસરની અથવા અન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે.
- Indus તમને કોઇપણ સૂચના આપ્યા વિના આ શરતો સમાપ્ત કરી શકે છે.
- તમે Indus, તેના આનુષંગિકો, કર્મચારીઓ, ડાયરેક્ટર, અધિકારીઓ, એજન્ટો અને પ્રતિનિધિઓ, પેમેન્ટ ફેસિલિટેટર, નાણાકીય સંસ્થાઓ, બેંક(ઓ) અને કાર્ડ નેટવર્ક (“ક્ષતિપૂર્તિ પક્ષો“)ને કોઇપણ અને તમામ નુકસાન, ક્ષતિ, કાર્યવાહી, દાવાઓ અને જવાબદારીઓ (કાનૂની ખર્ચ સહિત)થી મુક્ત રાખવા અને વળતર આપવા સંમત થાઓ છો, જે આ ક્ષતિપૂર્તિ પક્ષોને તમારી આ શરતોના ઉલ્લંઘન, તમારા અથવા લાભાર્થી દ્વારા સબમિટ કરવામાં આવેલી કોઇપણ ખોટી અથવા અચોક્કસ માહિતી, તમારા દ્વારા પ્લેટફોર્મનો ઉપયોગ, તમારા દ્વારા કોઇપણ લાગુ પડતા કાયદાઓ, નિયમો અથવા વિનિયમોનું ઉલ્લંઘન, કોઇપણ લાભાર્થી સાથેના તમારા વ્યવહારો/ટ્રાન્ઝેક્શન/વિવાદો, તમારા દ્વારા કોઇપણ લાભાર્થી પાસેથી સેવાઓ મેળવવી, ટ્યુશન ફીના પેમેન્ટ, કોઇપણ છેતરપિંડીની પ્રવૃત્તિ, દુરુપયોગ અથવા આ શરતોના સંબંધમાં અન્ય કોઇપણ વિવાદ(ઓ)ને કારણે અથવા તેના સંબંધમાં ભોગવવાની પડી શકે છે.
- કોઇ પણ સંજોગોમાં Indus અથવા તેના આનુષંગિકો કોઇ પણ પરોક્ષ, પરિણામલક્ષી, આકસ્મિક, વિશેષ અથવા શિક્ષાત્મક નુકસાન માટે જવાબદાર રહેશે નહીં, જેમાં મર્યાદા વિના, નફા કે આવકનું નુકસાન, વ્યવસાયમાં અડચણ, વ્યવસાયિક તકોનું નુકસાન, ડેટાનું નુકસાન અથવા અન્ય આર્થિક હિતોના નુકસાનનો સમાવેશ થાય છે, પછી ભલે તે કરાર, બેદરકારી, અપકૃત્ય અથવા અન્ય કોઇ પણ રીતે, પૂરી પાડવામાં આવેલી માહિતીના ઉપયોગ અથવા ઉપયોગ કરવામાં અસમર્થતાને કારણે ઉદભવ્યું હોય, ભલે તેનું કારણ ગમે તે હોય અને ભલે તે આ શરતોના સંબંધમાં કરાર, અપકૃત્ય, બેદરકારી, વૉરંટી અથવા અન્ય કોઇ પણ રીતે ઉદભવ્યું હોય. આ શરતો હેઠળ જણાવવામાં આવેલી કોઇ પણ બાબત હોવા છતાં, આ શરતોના સંબંધમાં અથવા તેના કારણે ઉદભવતા તમામ નુકસાન, જવાબદારીઓ અને ક્ષતિઓ માટે (પછી ભલે તે બેદરકારીથી અથવા અન્ય કોઇ રીતે થયું હોય), કોઇપણ કારણસર Indusની કુલ અને સંચિત જવાબદારી કોઇ પણ સંજોગોમાં ₹100 (ભારતીય રૂપિયા સો)થી વધુ રહેશે નહીં.
- આ શરતો ભારતના કાયદાઓ દ્વારા સંચાલિત થશે. આ શરતોના સંબંધમાં તમારી અને Indus વચ્ચે સંપૂર્ણ અથવા આંશિક રીતે ઉદ્ભવતા કોઇપણ દાવા અથવા વિવાદનો નિકાલ લાવવાનો અને તે અંગે નિર્ણય લેવાનો અનન્ય અધિકારક્ષેત્ર બેંગલોર ખાતે સ્થિત સક્ષમ અદાલતનો રહેશેe.
- Indus પાસે આ શરતો (આ શરતોમાં અમારા તમામ અધિકારો, જવાબદારીઓ અને ફરજો સહિત) અથવા તેના કોઇપણ ભાગને અમારા કોઇપણ આનુષંગિકો અને કોઇપણ ઉત્તરાધિકારીને સોંપવાનો અધિકાર રહેશે.
- આ (મુખ્ય) શરતો અને નિયમો અને શરતો વચ્ચે કોઇ વિરોધાભાસના કિસ્સામાં, આ શરતો તે વિરોધાભાસની હદ સુધી માન્ય રહેશે.