
Privacy Policy
- ગોપનીયતા નીતિ
- માહિતી સંગ્રહ
- માહિતીનો હેતુ અને ઉપયોગ
- કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીઓ
- માહિતી શેયર કરવી અને જાહેર કરવી
- સંગ્રહ અને જાળવણી
- યોગ્ય સુરક્ષા પગલાં
- તૃતીય-પક્ષ પ્રોડક્ટ, સેવાઓ અથવા વેબસાઇટ્સ
- તમારી સંમતિ
- તમારા વિકલ્પો/ઓપ્ટ-આઉટ
- વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવી અથવા સુધારવી
- બાળકોની માહિતી
- નીતિમાં ફેરફારો
- અમારો સંપર્ક કરો
ગોપનીયતા નીતિ
અપડેટ કરાઈ [] ઓગષ્ટ, 2025
આ નીતિ Indus એપસ્ટોર પ્રાઈવેટ લિમિટેડ (અગાઉ OSLabs ટેકનોલોજી (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતી કંપનીને લાગુ પડે છે, જે કંપની એક્ટ, 2013 હેઠળ નોંધાયેલ કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ #51/117, નેલ્સન ટાવર્સ, નેલ્સન મણિકમ રોડ, અમીનજીકરાઈ, ચેન્નાઈ, તમિલનાડુ, ભારત – 600029 ખાતે આવેલી છે. આ નીતિ સમજાવે છે કે કેવી રીતે Indus અને તેના ભાગીદારો, એન્ટિટીઓ, પેટાકંપનીઓ અને સહયોગીઓ (જેને જરુરિયાત મુજબ એકસાથે “Indus” / “અમે” / “અમારા” / “અમને” તરીકે ઓળખવામાં આવે છે) Indus વેબસાઈટ (https://www.indusappstore.com/), Indus એપસ્ટોર – ડેવલપર પ્લેટફોર્મ, Indus એપસ્ટોર મોબાઈલ એપ્લિકેશન અને અન્ય સંબંધિત સેવાઓ (જેને એકસાથે “પ્લેટફોર્મ” કહેવામાં આવે છે) દ્વારા તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે, સંગ્રહિત કરે છે, ઉપયોગ કરે છે અને પ્રક્રિયા કરે છે. પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, Indus વેબસાઈટની મુલાકાત લઈને, અન્ય સાઈટ્સ પર અમારા કન્ટેન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીને, તમારી માહિતી આપીને, અથવા અમારી પ્રોડક્ટ/સેવાઓનો ઉપયોગ કરીને, તમે સ્પષ્ટપણે આ ગોપનીયતા નીતિ (“નીતિ”) અને સંબંધિત સેવા/પ્રોડક્ટના નિયમો અને શરતોનું પાલન કરવા માટે સંમત થાઓ છો. અમે તમારા અમારા પરના વિશ્વાસની કદર કરીએ છીએ અને તમારી ગોપનીયતાનો આદર કરીએ છીએ. અમે તમારા ટ્રાન્જેક્શનને સુરક્ષિત રાખવા અને તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીએ છીએ. આ ગોપનીયતા નીતિ પ્રકાશિત કરવામાં આવી છે અને તેને ભારતના કાયદા અને નિયમો અનુસાર સમજવામાં આવશે, જેમાં માહિતી ટેકનોલોજી (યોગ્ય સુરક્ષા પ્રેક્ટિસ અને પ્રક્રિયાઓ અને સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતી) નિયમો, 2011, માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 હેઠળ શામેલ છે. આ કાયદાઓ મુજબ, અમારે વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા, ઉપયોગ કરવા, સંગ્રહ કરવા, ટ્રાન્સફર કરવા અને શેર કરવા માટે ગોપનીયતા નીતિ પ્રકાશિત કરવી આવશ્યક છે. વ્યક્તિગત માહિતી એટલે એવી કોઈપણ માહિતી જે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જોડાયેલી હોય. તેમાં સંવેદનશીલ વ્યક્તિગત માહિતી (એવી માહિતી જેને તેની સંવેદનશીલ અને વ્યક્તિગત પ્રકૃતિને કારણે વધુ સુરક્ષાની જરૂર હોય છે) પણ શામેલ છે. એકસાથે, આને “વ્યક્તિગત માહિતી” કહેવામાં આવે છે. આમાં એવી માહિતી શામેલ નથી જે પહેલાથી જ જાહેર ડોમેનમાં મુક્તરુપે ઉપલબ્ધ અથવા સુલભ છે. જો તમે આ ગોપનીયતા નીતિ સાથે સંમત નથી, તો કૃપા કરીને અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં અથવા તેને ઍક્સેસ કરશો નહીં.
માહિતી સંગ્રહ
જ્યારે તમે અમારી સેવાઓ અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો અથવા જ્યારે તમે આપણા જોડાણ દરમિયાન કોઈપણ રીતે અમારી સાથે સંપર્ક કરો છો ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અમે એવી વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ જે સંબંધિત છે અને તમારી વિનંતી કરેલી સેવાઓ પ્રદાન કરવા અને પ્લેટફોર્મને સુધારવા માટે ખૂબ જ અનિવાર્ય છે.
એકત્રિત કરવામાં આવેલી વ્યક્તિગત અને સંવેદનશીલ વ્યક્તિગત માહિતીમાં નીચેનાનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી:
- જ્યારે તમે અમારી સાથે એકાઉન્ટ બનાવો છો તે વખતે તમારો ફોન નંબર,ઈમેઈલ એડ્રેસ અને અન્ય કોઈપણ વિગતો
- જો તમારી પાસે પહેલાથી જ PhonePe ગ્રુપમાં એકાઉન્ટ હોય, તો અમે તમારી PhonePe પ્રોફાઈલમાંથી તમારી વ્યક્તિગત માહિતી મેળવી શકીએ છીએ. જેમાં તમારું નામ, ઈમેઈલ આઈડી અને તમે આપેલી અન્ય પ્રોફાઈલ વિગતો શામેલ હોઈ શકે છે, પરંતુ તે તેના સુધી મર્યાદિત નથી.
- જ્યારે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો અથવા જ્યારે તમે Indus દ્વારા અથવા Indus વતી અન્ય પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી જાહેરાતો અને અન્ય કન્ટેન્ટ જુઓ છો, ત્યારે અમે તમારી પ્રવૃત્તિની માહિતી, જેમ કે તમારું જાહેરાત આઈડી, ઈન્સ્ટોલ કરેલી એપ્લિકેશનોની સૂચિ, એપ્લિકેશન ઉપયોગની વિગતો, એપ્લિકેશન રીવ્યુ અને રેટિંગ્સ, એપ્લિકેશન ભાષા, એપ્લિકેશન ઉપયોગના આંકડા અને ચોક્કસ પ્રકારની માહિતી એકત્રિત કરી શકીએ છીએ.
- અમને તમારા અને તમારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી તૃતીય-પક્ષ ભાગીદારો પાસેથી મળી શકે છે, જેમાં મૂળ ઉપકરણ ઉત્પાદકો (OEM)નો પણ સમાવેશ થાય છે. જ્યારે અમે સેવાઓ પ્રદાન કરવા માટે તેમની સાથે ભાગીદારી કરીએ છીએ અથવા જ્યારે અમારી જાહેરાતો તેમના પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે ત્યારે આવું થઈ શકે છે.
- અમે તમારા મોબાઈલ નંબર અને ડિવાઈસની વિગતો એકત્રિત કરી શકીએ છીએ, જેમ કે ડિવાઈસ ઓળખકર્તા, ડિવાઈસ ભાષા, ડિવાઈસ માહિતી, ઈન્ટરનેટ બેન્ડવિડ્થ, મોબાઈલ ડિવાઈસ બનાવટ અને મોડેલ, વિતાવેલો સમય, ઈન્સ્ટોલ કરેલી એપ્લિકેશનો અને સંબંધિત માહિતી, IP એડ્રેસ અને લોકેશન, માઈક્રોફોન વિગતો, કનેક્શન માહિતી વગેરે.
જો તમે ડેવલપર હોવ, તો અમે ડેવલપર પ્લેટફોર્મ પર તમારી નોંધણી અને ચકાસણી માટે તમારું નામ, ઈમેઇલ, સંપૂર્ણ સરનામું, PAN વિગતો, ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો પણ એકત્રિત કરીશું.
પ્લેટફોર્મના ઉપયોગના વિવિધ તબક્કાઓ પર માહિતી એકત્રિત કરી શકાય છે જેમ કે:
- પ્લેટફોર્મની મુલાકાત લેવી
- આમાં પ્લેટફોર્મ પર “યુઝર” તરીકે અથવા પ્લેટફોર્મ પરના નિયમો અને શરતો દ્વારા આવરી લેવામાં આવતા કોઈપણ અન્ય સંબંધ હેઠળ નોંધણી કરાવવાનો અને ડેવલપર પ્લેટફોર્મ પર તમારા એકાઉન્ટની ચકાસણી કરવાનો સમાવેશ થાય છે
- પ્લેટફોર્મ પર ટ્રાન્જેક્શન કરવું અથવા ટ્રાન્જેક્શન કરવાનો પ્રયાસ કરવો
- આમાં પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવતી અથવા સંચાલિત થતી લિંક્સ, ઈમેઇલ્સ, ચેટ વાર્તાલાપ, ફીડબેક, નોટિફિકેશન અને જાહેરાતોને ઍક્સેસ કરવાનો સમાવેશ થાય છે તેમજ જ્યારે તમે અમારા પ્રસંગોપાત સર્વેક્ષણોમાં ભાગ લેવાનું પસંદ કરો છો ત્યારે પણ
- આમાં Indusના ભાગીદારો, એન્ટિટીઝ, પેટાકંપનીઓ અથવા સહયોગીઓ સાથેની કોઈપણ ક્રિયાપ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે, જેમ કે તમારું PhonePe યુઝર એકાઉન્ટ બનાવવું. તમારી પ્રોફાઇલ માહિતી (તમારું નામ, ઈમેઈલ આઈડી અને તમે પ્રદાન કરો છો તે અન્ય માહિતી સહિત પણ તેના સુધી મર્યાદિત નથી) PhonePe એપ્લિકેશન પર એક સમાન રહેશે.
- Indusમાં કારકિર્દીની તકો માટે અરજી કરતી વખતે અથવા રોજગાર હેતુ માટે Indusમાં જોડાતી વખતે
માહિતીનો હેતુ અને ઉપયોગ
Indus નીચેના હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરી શકે છે:
- તમારા એકાઉન્ટની રચના અને તમારી ઓળખ અને ઍક્સેસ વિશેષાધિકારોની ચકાસણી
- અમારા, અમારા સહયોગીઓ, પેટાકંપનીઓ, સહયોગીઓ અથવા વ્યવસાયિક ભાગીદારો દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોડક્ટ અને સેવાઓની તમને ઍક્સેસ આપવા માટે
- એપસ્ટોર પર સર્ચ કાર્યક્ષમતાને સક્ષમ કરવા માટે ઑડિઓ ક્વેરીઝ કેપ્ચર કરવા માટે
- તમારા પ્રશ્નો, વ્યવહારો અને/અથવા અન્ય કોઈપણ જરૂરિયાત માટે તમારી સાથે વાતચીત કરવા માટે
- સંદેશાવ્યવહાર માહિતીનું વિશ્લેષણ કરવા અને તમને આવી રહેલી કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરવા માટે. ઉદાહરણ તરીકે, તમારું છેલ્લું અપલોડ/કન્વર્ઝેશન/ ક્રિયા ક્યારે થઈ હતી, તમે છેલ્લે અમારી સેવાઓનો ઉપયોગ ક્યારે કર્યો હતો અને અન્ય સમાન પ્રવૃત્તિઓ તપાસવા માટે
- Indus એપસ્ટોર અથવા તમે Indus પરથી ડાઉનલોડ કરો છો તે કોઈપણ અન્ય એપ્લિકેશનના બગ ફિક્સ કરવા, સુધારેલ ફંક્શન, ખૂટતા પ્લગ-ઇન્સ અને નવા વર્ઝન (અપડેટ્સ) માટે તમને માહિતી અને ઉકેલો આપવા માટે.
- તમારા માટે સુસંગત હોઈ શકે તેવી નવી એપ્લિકેશનોની ભલામણ કરવા માટે, અમે ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનો જેવી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ
- યુઝરના વર્તનનું એકત્રિત વિશ્લેષણ કરીને, તમને સંબંધિત એપ્લિકેશન અને વિડિયો સૂચવવા અને વિવિધ પ્રક્રિયાઓ, એપ્લિકેશન સબમિશન/પ્રોડક્ટ/સેવાઓના ઉપયોગમાં તમારા યુઝર અનુભવને વધુ સારો બનાવવા માટે
- તમને બતાવવામાં આવતી એપ્લિકેશનો અને નોટિફિકેશનને કસ્ટમાઇઝ કરવા, એપસ્ટોરમાં એપ્લિકેશનોનું સંચાલન અને અનઇન્સ્ટોલ કરવામાં તમારી સહાય કરવા, વિશ્લેષણ સેવાઓ પ્રદાન કરવા અને પ્લેટફોર્મ પર તમારા એકંદર અનુભવને વધુ સારો બનાવવા માટે
- જ્યાં લાગુ પડે ત્યાં, અમારી પાસે રહેલા તમારા વિશેના ડેટાનો ઉપયોગ કરીને તમારો યુઝર અનુભવ સરળ અને સક્ષમ બનાવવો.
- સમય સમય પર પ્રોડક્ટ/સેવાઓનું નિરીક્ષણ અને રીવ્યુ કરવી; તમારા અનુભવને સુરક્ષિત અને સરળ બનાવવા માટે સેવાઓને કસ્ટમાઇઝ કરવી, અને ઓડિટ કરાવવું
- પ્લેટફોર્મ અથવા તૃતીય-પક્ષ લિંક્સ પર તમારા દ્વારા પ્રાપ્ત/વિનંતી કરાયેલ પ્રોડક્ટ અને સેવાઓ માટે તૃતીય પક્ષોને તમારો સંપર્ક કરવાની મંજૂરી આપવા માટે
- સુરક્ષા ભંગ અને હુમલાઓ વિશે જાણવા, એકાઉન્ટ્સ અને પ્રવૃત્તિઓ ચકાસવા અને અમારી સેવાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા. આમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ અને તેને અટકાવવી, અમારી શરતો અથવા નીતિઓનું ઉલ્લંઘન, અને છેતરપિંડી અથવા મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાનો સમાવેશ થાય છે. આમાં ભારતમાં અથવા ભારતની બહાર, Indus અથવા સરકારી એજન્સીઓ દ્વારા આંતરિક અથવા બાહ્ય ઓડિટ અથવા તપાસના ભાગ રૂપે ફોરેન્સિક ઓડિટ હાથ ધરવાનો પણ સમાવેશ થઈ શકે છે.
- અમારા નિયમો અને શરતો લાગુ કરવા, બજાર સંશોધન માટે તમારો સંપર્ક કરવા, તમને ઑનલાઇન અને ઑફલાઇન ઑફર્સ, પ્રોડક્ટ, સેવાઓ અને અપડેટ્સ વિશે માહિતી આપવા, અને માર્કેટિંગ, જાહેરાત અને વ્યક્તિગત પ્રોડક્ટ અને ઑફર્સ દ્વારા તમારા અનુભવને કસ્ટમાઇઝ અને વધુ સારો બનાવવા માટે.
- તમારા યુઝર અનુભવ અને અમારી સેવાઓની એકંદર ગુણવત્તા સુધારવા માટે કૂકીઝ અને અન્ય તકનીકો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરવા
- સર્વેક્ષણો અને સંશોધન કરવા, નવા ફીચરનું પરીક્ષણ કરવા અને અમારી પ્રોડક્ટ અને સેવાઓનું મૂલ્યાંકન અને સુધારો કરવા માટે માહિતીનું વિશ્લેષણ કરવા, નવી પ્રોડક્ટ અને સુવિધાઓ બનાવવા અને ઓડિટ અને મુશ્કેલી નિવારણ પ્રવૃત્તિઓ હાથ ધરવા
- અમારી જાહેરાત અને માપન પ્રણાલીઓને સુધારવા માટે જેથી અમે તમને સંબંધિત જાહેરાતો બતાવી શકીએ અને જાહેરાતો અને સેવાઓ કેટલી અસરકારક અને દૂરગામી છે તેનો ટ્રેક રાખી શકીએ.
- જાહેરાત આઈડી જેવી માહિતી, વિક્રેતાઓ, સેવા પ્રદાતાઓ અને અન્ય ભાગીદારો સાથે શેર કરવી, જે અમારી સેવાઓના ઉપયોગના વિશ્લેષણ કરવા, જાહેરાતો અને સેવાઓની અસરકારકતા માપવા, ગ્રાહક સપોર્ટ પૂરો પાડવા વગેરેમાં અમારા વ્યવસાયને ટેકો આપે છે.
- અમારી સાથેની તમારી વાતચીત દરમિયાન આપવામાં આવતી સહાય/સલાહની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે અમારા પ્રતિનિધિઓ અને એજન્ટોને તાલીમ આપવી
- વિવાદો ઉકેલવા; સમસ્યાઓનું નિવારણ; ટેકનિકલ સપોર્ટ અને બગ સુધારવા માટે; સલામત સેવાને પ્રોત્સાહન આપવામાં મદદ કરવી
- કાનૂની જવાબદારીઓ પૂરી કરવા માટે
જ્યારે અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અન્ય વાસ્તવિક વ્યવસાયિક જરૂરિયાતો માટે પણ કરી શકીએ છીએ, અમે ખાતરી કરીએ છીએ કે આવા ઉપયોગને શક્ય તેટલો મર્યાદિત કરીએ જેથી તે તમારી ગોપનીયતાને શક્ય તેટલી ઓછી અસર કરે.
કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીઓ
અમારા વેબ પેજનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું વિશ્લેષણ કરવા, પ્રમોશન કેટલા અસરકારક છે તે માપવા, પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવા અને વિશ્વાસ અને સલામતીને પ્રોત્સાહન આપવા માટે અમે પ્લેટફોર્મના કેટલાક પેજ પર “કૂકીઝ” જેવા ડેટા કલેક્શન ટૂલ્સ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. “કૂકીઝ” એ તમારા ઉપકરણની હાર્ડ-ડ્રાઇવ/સ્ટોરેજ પર મૂકવામાં આવેલી નાની ફાઇલો છે જે અમારી સેવાઓ પ્રદાન કરવામાં અમને મદદ કરે છે. કૂકીઝમાં તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી શામેલ નથી.અમે કેટલીક સુવિધાઓ પ્રદાન કરીએ છીએ જે ફક્ત “કૂકી” અથવા સમાન તકનીકોનો ઉપયોગ કરીને જ ઉપલબ્ધ છે. અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ જેથી તમારે સેશન દરમિયાન વારંવાર તમારો પાસવર્ડ દાખલ ન કરવો પડે. કૂકીઝ અથવા સમાન તકનીકો પણ અમને તમારી રુચિઓના આધારે માહિતી બતાવવામાં મદદ કરે છે. મોટાભાગની કૂકીઝ “સેશન કૂકીઝ” હોય છે, જેનો અર્થ એ છે કે સેશન સમાપ્ત થાય ત્યારે તે તમારા ઉપકરણ સ્ટોરેજમાંથી આપમેળે દૂર થઈ જાય છે. જો તમારું બ્રાઉઝર અથવા ઉપકરણ આની મંજૂરી આપે, તો તમે અમારી કૂકીઝ અથવા સમાન તકનીકોને નકારી શકો છો અથવા કાઢી શકો છો. જો કે, જ્યારે તમે આમ કરો છો, ત્યારે પ્લેટફોર્મ પરની કેટલીક સુવિધાઓ કામ નથી કરી શકતી અને તમારે સેશન દરમિયાન વધુ વખત તમારો પાસવર્ડ દાખલ કરવો પડી શકે છે. તેમજ, તમને પ્લેટફોર્મના કેટલાક પેજ પર “કૂકીઝ” અથવા સમાન તકનીકો પણ મળી શકે છે જે તૃતીય પક્ષો દ્વારા મૂકવામાં આવે છે. અમે તૃતીય પક્ષો દ્વારા કૂકીઝના ઉપયોગને નિયંત્રિત કરતા નથી.
માહિતી શેયર કરવી અને જાહેર કરવી
તમારી વ્યક્તિગત માહિતી લાગુ કાયદા દ્વારા પરવાનગી મુજબ, યોગ્ય તપાસ પછી અને આ નીતિમાં નિર્ધારિત હેતુઓ અનુસાર શેર કરવામાં આવે છે.
અમે તમારા ટ્રાન્જેક્શન દરમિયાન તમારી વ્યક્તિગત માહિતી વિવિધ પ્રકારના પ્રાપ્તકર્તાઓ, જેમ કે વ્યવસાયિક ભાગીદારો, સેવા પ્રદાતાઓ, આનુષંગિકો, સહયોગીઓ, પેટાકંપનીઓ, નિયમનકારી સંસ્થાઓ અને અમારી આંતરિક ટીમો વગેરે સાથે શેર કરી શકીએ છીએ.
વ્યક્તિગત માહિતી, આવશ્યકતા મુજબ, નીચેના હેતુઓ માટે, જરૂરિયાત મુજબ શેર કરવામાં આવશે:
- જો લાગુ પડતું હોય, તો PhonePe સેવાઓ માટે એક સામાન્ય લૉગ-ઈન બનાવવું
- વિનંતી કર્યા મુજબ, તમે ઉપયોગ કરો છો તે એપ્લિકેશન/સેવાઓ પ્રદાન કરવા અને તમારા અને સેવા પ્રદાતા/ડેવલપર વચ્ચે સેવાઓ સક્ષમ કરવા
- સંદેશાવ્યવહાર, માર્કેટિંગ અને જાહેરાત, ડેટા અને માહિતી સંગ્રહ, ટ્રાન્સમિશન, સુરક્ષા, વિશ્લેષણ, છેતરપિંડી વિશે જાણવા, જોખમ મૂલ્યાંકન અને સંશોધન સંબંધિત સેવાઓ માટે.
- તમારા ઉપકરણ પર અમારી સેવાઓને વ્યક્તિગત કરવા અને સુધારવા માટે
- Indus એપસ્ટોર અને તેના પર ઉપલબ્ધ અન્ય ઍપ્સના સોફ્ટવેર અપડેટ્સ પ્રદાન કરવા માટે
- અમારી શરતો અથવા ગોપનીયતા નીતિ લાગુ કરવા, જાહેરાત, પોસ્ટ અથવા અન્ય કન્ટેન્ટ દ્વારા કોઈ બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરવાના દાવાઓનો જવાબ આપવા અથવા અમારા યુઝર અથવા સામાન્ય લોકોના અધિકારો, મિલકત અથવા વ્યક્તિગત સલામતીનું રક્ષણ કરવા.
- જો કાયદા દ્વારા જરૂરી હોય અથવા અમારી સદ્ભાવનાથી જ્યારે માનીએ છીએ કે સમન્સ, કોર્ટના આદેશ અથવા અન્ય કાનૂની પ્રક્રિયાનો જવાબ આપવો ઉચિત રીતે જરૂરી છે.
- જો સરકારી પહેલ અને લાભો માટે સરકારી અધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવે તો
- ફરિયાદ નિવારણ અને વિવાદોના નિરાકરણ માટે
- Indusની આંતરિક તપાસ વિભાગ સાથે અથવા તપાસ હેતુ માટે Indus દ્વારા નિયુક્ત એજન્સીઓ સાથે, પછી ભલે તે ભારતમાં સ્થિત હોય કે ભારતની બહાર.
- જો અમે (અથવા અમારી સંપત્તિઓ) બીજા કોઈ વ્યવસાયિક એન્ટિટી સાથે મર્જ કરવાની અથવા તેના દ્વારા હસ્તગત કરવાની યોજના બનાવીએ છીએ અથવા જો અમારા વ્યવસાયનું કોઈ પુનર્ગઠન, જોડાણ અથવા પુનર્રચના હોય, તો અમે તે વ્યવસાયિક એન્ટિટી સાથે માહિતી શેર કરી શકીએ છીએ.
જ્યારે તમારી માહિતી આ નીતિમાં ઉલ્લેખિત હોય તેવા હેતુઓ માટે તૃતીય પક્ષો સાથે શેર કરવામાં આવે છે, ત્યારે તેની પ્રક્રિયા તેમની નીતિઓ દ્વારા સંચાલિત થાય છે. ઇન્ડસ ખાતરી કરે છે કે આ તૃતીય પક્ષો, જ્યાં લાગુ પડે અને શક્ય હોય ત્યાં, કડક ગોપનીયતા સુરક્ષા નિયમોનું પાલન કરે છે, ઓછામાં ઓછા અમારા નિયમો જેટલા કડક નિયમો. જોકે, Indus આ નીતિમાં વર્ણવ્યા મુજબ અથવા કાયદા દ્વારા જરૂરી મુજબ, નિયમનકારી સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ જેવા તૃતીય પક્ષો સાથે વ્યક્તિગત માહિતી શેર કરી શકે છે. આ તૃતીય પક્ષો દ્વારા તમારી વ્યક્તિગત માહિતી અથવા તેમની નીતિઓના ઉપયોગ માટે અમે જવાબદાર કે ઉત્તરદાયી નથી.
સંગ્રહ અને જાળવણી
જ્યાં લાગુ પડે ત્યાં, અમે ભારતમાં વ્યક્તિગત માહિતી સંગ્રહિત કરીએ છીએ અને તેને ફક્ત કાયદા અનુસાર અને જ્યાં સુધી તે એકત્રિત કરવામાં આવી હતી તે હેતુ માટે જરૂરી હોય ત્યાં સુધી રાખીએ છીએ. જોકે, જો અમને લાગે કે છેતરપિંડી અથવા ભવિષ્યના દુરુપયોગને રોકવા માટે તે જરુરી છે, અથવા જો તે કાયદાકીય રીતે જરુરી હોય – ઉદાહરણ તરીકે, ચાલી રહેલી કાયદાકીય અથવા નિયમનકારી કાર્યવાહી દરમિયાન, કાયદાકીય/નિયમનકારી સૂચનાઓ પ્રાપ્ત થયા પછી અથવા અન્ય વાસ્તવિક હેતુઓ માટે અમે તમારી વ્યક્તિગત માહિતી રાખી શકીએ છીએ. એકવાર વ્યક્તિગત માહિતી માટે જાળવણી સમયગાળો પૂરો થઈ જાય, પછી લાગુ કાયદા અનુસાર તેને કાઢી નાખવામાં આવશે.
યોગ્ય સુરક્ષા પગલાં
Indus યુઝરની વ્યક્તિગત માહિતી અને સંવેદનશીલ વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે ટેકનિકલ અને ભૌતિક સુરક્ષાના પગલાંઓ લાગુ કર્યા છે. અમે સમજીએ છીએ કે અમારા સુરક્ષા પગલાં ગમે તેટલા અસરકારક હોય, કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય નથી. તેથી, અમારી ઉચિત સુરક્ષા પ્રથાઓના ભાગ રૂપે, અમે ટ્રાન્સમિશન દરમિયાન અને અમારા નેટવર્ક્સ અને સર્વર્સ પર સંગ્રહિત કરતી વખતે ડેટા માટે એન્ક્રિપ્શન અને નિયંત્રણો સહિત યોગ્ય સુરક્ષા પગલાં અમલમાં છે તેની ખાતરી કરવા માટે સખત આંતરિક અને બાહ્ય રીવ્યુ કરીએ છીએ. ડેટાબેઝ ફાયરવોલ દ્વારા સુરક્ષિત સર્વર્સ પર સંગ્રહિત છે; આ સર્વર્સની ઍક્સેસ પાસવર્ડ-સુરક્ષિત અને સખત રીતે પ્રતિબંધિત છે. વધુમાં, તમે તમારા લૉગ-ઈન આઈડી અને પાસવર્ડની ગુપ્તતા અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છો. કૃપા કરીને તમારા પ્લેટફોર્મ લૉગ-ઈન, પાસવર્ડ અને OTP વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. તમારી વ્યક્તિગત માહિતી સાથે કોઈ વાસ્તવિક અથવા શંકાસ્પદ ચેડાના કિસ્સામાં અમને જાણ કરવાની જવાબદારી તમારી રહેશે.
તૃતીય-પક્ષ પ્રોડક્ટ, સેવાઓ અથવા વેબસાઇટ્સ
જ્યારે તમે પ્લેટફોર્મ પર સેવા પ્રદાતાઓની પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી વ્યક્તિગત માહિતી તે પ્રદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવી શકે છે અને તેમની ગોપનીયતા નીતિઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આવા સેવા પ્રદાતાઓ દ્વારા તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે તે સમજવા માટે તમે તેમની ગોપનીયતા નીતિ અને સેવાની શરતોનો સંદર્ભ લઈ શકો છો. જ્યારે તમે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો છો ત્યારે અમારી સેવાઓમાં અન્ય વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સની લિંક્સ શામેલ હોઈ શકે છે. આવી વેબસાઇટ્સ અથવા એપ્લિકેશનો તેમની સંબંધિત ગોપનીયતા નીતિઓ દ્વારા સંચાલિત થાય છે, જે અમારા નિયંત્રણની બહાર છે. એકવાર તમારો ડેટા અમારા સર્વરમાંથી નીકળી જાય (તમે તમારા બ્રાઉઝરમાં અથવા તમને રીડાયરેક્ટ કરવામાં આવેલી મોબાઇલ સાઇટમાં URL ચકાસીને આ જોઈ શકો છો), આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર તમે જે પણ વ્યક્તિગત માહિતી પ્રદાન કરો છો તે તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબસાઇટ અથવા એપ્લિકેશન ઓપરેટરની ગોપનીયતા નીતિ દ્વારા સંચાલિત થાય છે. તે નીતિ અમારી નીતિથી અલગ હોઈ શકે છે અને તમને વિનંતી છે કે તમે તે નીતિઓને રીવ્યુ કરો અથવા તે એપ્લિકેશનો અથવા વેબસાઇટ્સનો ઉપયોગ કરતા પહેલા ડોમેન માલિક પાસેથી નીતિઓની ઍક્સેસ મેળવો. આ તૃતીય પક્ષો અથવા તેમની નીતિઓ દ્વારા તમારી વ્યક્તિગત માહિતીના ઉપયોગ માટે અમે કોઈ જવાબદારી કે ઉત્તરદાયિત્વ સ્વીકારતા નથી. પ્લેટફોર્મ તમારા માટે ચેટ રૂમ, ફોરમ, મેસેજ બોર્ડ, ફીડબેક ફોર્મ, વેબ લોગ / “બ્લોગ્સ”, ન્યૂઝ ગ્રુપ અને/અથવા અન્ય પબ્લિક મેસેજિંગ ફોરમ ઉપલબ્ધ કરાવી શકે છે. કૃપા કરીને યાદ રાખો કે આ ક્ષેત્રોમાં જાહેર કરાયેલી કોઈપણ માહિતી જાહેર માહિતી બની જાય છે અને તમારે તમારી વ્યક્તિગત માહિતી જાહેર કરવાનું ટાળવું જોઈએ.
તમારી સંમતિ
અમે તમારી વ્યક્તિગત માહિતીની સંમતિથી પ્રક્રિયા કરીએ છીએ. પ્લેટફોર્મ અથવા સેવાઓનો ઉપયોગ કરીને અને/અથવા તમારી વ્યક્તિગત માહિતી પ્રદાન કરીને, તમે આ ગોપનીયતા નીતિ અનુસાર Indus દ્વારા તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા માટે સંમતિ આપો છો. જો તમે અન્ય લોકો સંબંધિત કોઈપણ વ્યક્તિગત માહિતી અમને જાહેર કરો છો, તો તમે પ્રતિનિધિત્વ કરો છો કે તમારી પાસે તેમ કરવાનો અધિકાર છે અને તમે અમને આ ગોપનીયતા નીતિ અનુસાર માહિતીનો ઉપયોગ કરવાની પરવાનગી આપો છો. વધુમાં, તમે સંમત થાઓ છો અને આ નીતિમાં દર્શાવેલ હેતુઓ માટે ફોન કોલ્સ અને ઈ-મેલ જેવી ચેનલો દ્વારા તમારી સાથે વાતચીત કરવા માટે અમને અધિકૃત કરો છો, પછી ભલે તમારી નોંધણી કોઈપણ અધિકૃત DND રજિસ્ટ્રીમાં હોય.
તમારા વિકલ્પો/ઓપ્ટ-આઉટ
અમે બધા યુઝરને એકાઉન્ટ બનાવ્યા પછી, અમારી કોઈપણ સેવાઓ અથવા બિન-આવશ્યક (પ્રમોશનલ, માર્કેટિંગ-સંબંધિત) સંદેશાવ્યવહાર પ્રાપ્ત કરવાનું નાપસંદ કરવાની તક પ્રદાન કરીએ છીએ.જો તમે અમારી બધી યાદીઓ અને ન્યૂઝલેટર્સમાંથી તમારી સંપર્ક માહિતી દૂર કરવા માંગતા હો અથવા અમારી કોઈપણ સેવાઓનો ઉપયોગ બંધ કરવા માંગતા હો, તો ઇમેઇલમાં અનસબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અથવા પ્લેટફોર્મ પર ‘સપોર્ટ’ વિભાગ દ્વારા અમારો સંપર્ક કરો.
જો તમને અમારી પ્રોડક્ટ/સેવાઓ માટે કોલ આવે તો તમે કોલ દરમિયાન અમારા પ્રતિનિધિને જાણ કરીને આવા કોલમાંથી બહાર નીકળી શકો છો.
વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવી અથવા સુધારવી
તમે અમારી સાથે વિનંતી કરીને તમારા દ્વારા શેર કરવામાં આવેલી તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરી શકો છો અને તેને રીવ્યુ કરી શકો છો. ઉપરોક્ત કોઈપણ વિનંતીઓ કરવા માટે, તમે આ નીતિના ‘અમારો સંપર્ક કરો’ વિભાગ હેઠળની વિગતોનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકો છો. જો તમે તમારું એકાઉન્ટ અથવા વ્યક્તિગત માહિતી કાઢી નાખવા માંગતા હો, તો કૃપા કરીને પ્લેટફોર્મ પર ‘સપોર્ટ’ વિભાગ દ્વારા સંપર્ક કરો. જોકે, તમારી વ્યક્તિગત માહિતી જાળવી રાખવી એ લાગુ કાયદાઓને આધીન રહેશે. ઉપરોક્ત વિનંતીઓ માટે, ઈન્ડસને તમારી ઓળખની પુષ્ટિ કરવા અને પ્રમાણીકરણ સુનિશ્ચિત કરવા માટે તમારી પાસેથી ચોક્કસ માહિતીની વિનંતી કરવાની જરૂર પડી શકે છે. આ એક સુરક્ષા માપદંડ છે જેથી ખાતરી કરી શકાય કે વ્યક્તિગત માહિતી એવી કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન થાય જેની પાસે તે ન હોવી જોઈએ અને ખોટી રીતે બદલાઈ કે કાઢી નાખવામાં ન આવે. જો તમને તમે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો તેના વિશે વધુ માહિતીની જરૂર હોય, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે નિયમો અને શરતો વાંચો, જે પ્લેટફોર્મ પર સરળતાથી સુલભ છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે, તમે પ્લેટફોર્મ પર ‘સપોર્ટ’ વિભાગ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.
બાળકોની માહિતી
અમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી જાણી જોઈને વ્યક્તિગત માહિતી માંગતા નથી કે એકત્રિત કરતા નથી અને અમારા પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત તે વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ છે જેઓ ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ કાયદેસર રીતે બંધનકર્તા કરાર કરી શકે છે.જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તમારે તમારા માતાપિતા, કાનૂની વાલી અથવા કોઈપણ જવાબદાર પુખ્ત વયના વ્યક્તિની દેખરેખ હેઠળ પ્લેટફોર્મ અથવા સેવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે.
નીતિમાં ફેરફારો
અમારી પાસે, અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, તમને પૂર્વ લેખિત સૂચના આપ્યા વિના, કોઈપણ સમયે આ ગોપનીયતા નીતિના ભાગોમાં ફેરફાર કરવાનો, સંશોધિત કરવાનો, ઉમેરો કરવાનો અથવા દૂર કરવાનો અધિકાર છે. અમે તમને કોઈપણ ફેરફારોની જાણ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ, પરંતુ અપડેટ્સ માટે ગોપનીયતા નીતિ નિયમિતપણે તપાસવાની જવાબદારી તમારી છે. ફેરફારો પોસ્ટ કર્યા પછી, અમારી સેવાઓ/પ્લેટફોર્મનો તમારો સતત ઉપયોગનો અર્થ એ થશે કે તમે સુધારાઓને સ્વીકારો છો અને સંમત થાઓ છો. અમે ક્યારેય અમારી નીતિઓમાં એવી રીતે ફેરફાર કરીશું નહીં કે જેનાથી તમે પહેલાથી જ શેર કરેલી વ્યક્તિગત માહિતીની સુરક્ષા ઓછી થઈ જાય.
અમારો સંપર્ક કરો
જો તમારી વ્યક્તિગત માહિતી અથવા આ ગોપનીયતા નીતિની પ્રક્રિયા અંગે તમને કોઈ પ્રશ્નો, સમસ્યાઓ અથવા ફરિયાદો હોય, તો તમે પ્લેટફોર્મ પર ‘સપોર્ટ’ વિભાગ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો. અમે યોગ્ય સમય મર્યાદામાં તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ઉકેલના સમયમાં કોઈપણ વિલંબ થશે તો તેની જાણ તમને સક્રિયપણે કરવામાં આવશે.